
Work From Home પર હતો હત્યારો આફતાબ! કંપનીએ મોકલ્યો ટર્મિનેશન લેટર
નવી દિલ્હીઃ શ્રદ્ધા મર્ડર કેસના કારણે હાલ પોલીસ તંત્ર દોડતું થયું છે. દેશભરમાં આ કેસ ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે એક બાદ એક પોલીસ સામે નવી હકીકતો સામે આવી રહી છે. આ કેસ અંગે જે વિગતો બહાર આવી એ ચોંકાવનારી હતી. હત્યારાએ ઠંડા કલેજે હત્યા કરી અને બાદમાં બીજી યુવતીઓ સાથે પણ એ જગ્યાએ બેસીને સંબંધ બાંધતો રહ્યો. આરોપી વર્કફ્રોમ હોમ પર હતો. તે ઘરેથી કામ કરતો હતો અને કામના નામે બાકી ના સમયમાં તે શ્રદ્ધાને ઘોંધી રાખતો હતો અને તેને અલગ અલગ યાતનાઓ આપતો હતો.
દિલ્હી પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, તેણે ગુનો કર્યો તે દરમિયાન તેનું વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું. પોલીસ ટીમે અહીં કામ કરતા અન્ય લોકોની પણ પૂછપરછ કરી હતી. આ દરમિયાન કોલ સેન્ટરમાં અફરાતફરી મચી ગઈ હતી. અહીં કામ કરતી દરેક વ્યક્તિ સાથે આફતાબના કેવા સંબંધો હતા તે પણ જોવામાં આવ્યું હતું.
બીજી તરફ, કોલ સેન્ટર મેનેજમેન્ટે પોલીસ ટીમને જણાવ્યું હતું કે તેમને મીડિયા દ્વારા શ્રદ્ધા હત્યા કેસની જાણ થઈ હતી. આ પછી, જેમ જ ખબર પડી કે આમાં આફતાબનો હાથ છે, તેમણે તે જ સમયે આફતાબને નોકરીમાંથી કાઢી મૂક્યો. વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું. આવી સ્થિતિમાં તેમનો ટર્મિનેશન લેટર ઈ-મેઈલ કરવામાં આવ્યો હતો. ડીસીપી ઈસ્ટ વીરેન્દ્ર વિજના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસની પાંચ સભ્યોની ટીમ ગુરુગ્રામ આવી હતી. તપાસ બાદ દિલ્હી પોલીસ તેમની સાથે કેટલાક દસ્તાવેજો પણ લઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube